"આદિ, આવું કેમ કર્યું? "ભારે ભરખમ મૌન નો ભાર ન ખમાતા કેયૂરે એ નો એ જ પ્રશ્ન ફરી પૂછ્યો. સામે છેડે લેવાયેલો ઊંડો શ્વાસ તેણે અનુભવ્યો, એ સાથે જ આદિનો અવાજ પણ તેના કાન સુધી પહોંચી ગયો. "હાઉ ઇઝ કે. કે.? " "પ્લીઝ આદિ, ટોપિક ના બદલીશ. અહીંયા આટલું બધું બની ગયુ છતા મને જણાવવાની જરૂર ન લાગી? રાઘવની આ હાલત... તારી પર હુમલો... રાગિણી... ""લિસન કેયૂર, વેરી કેરફુલી... "આદિત્ય એ કેયૂર ની વાત વચ્ચે જ કાપી નાંખી અને ચીપી ચીપીને મક્કમતા થી બોલ્યો, "અત્યારે પરિસ્થિતિ કમ્પ્લીટલી અંડર કંટ્રોલ છે. રાઘવની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. અને શિંદે સરના સપોર્ટથી હું અને રાગિણી પણ