અ ન્યૂ બિગિનિંગ પ્રકરણ- ૯

(12)
  • 4k
  • 2
  • 1.6k

સમય વીતી ગયો અને ખેંગારના લગ્ન થઇ ગયા. લગ્ન પછીની તમામ વિધિઓ પૂરી થઇ ચૂકી હતી. બધા મહેમાનો રવાના થવાની તૈયારીમાં હતા. નરેશ અને ખેંગાર વાતો કરી રહ્યા હતા એવામાં પ્રિયા કોઈને શોધતી આવી. તે ઘરમાં બધે આમતેમ જોવા લાગી. તેને જોઈ ખેંગારે પૂછ્યું, “કેમ પ્રિયા શું થયું? કોને શોધે છે?” “તે સતિષને જોયો છે? એ સવારનો મને દેખાયો નથી. બસ અત્યારે તેને જ શોધી રહી છું.” પ્રિયાએ કહ્યું. “એમ વાત છે! પણ અત્યારે તેનું કોઈ ખાસ કામ હતું?” ખેંગારે પૂછ્યું. “ના ખાસ કામ ન હતું. બસ એમ જ.” પ્રિયાએ કહ્યું. “પણ એ તો સવારે જ ચાલ્યો ગયો.” ખેંગારે