પ્રણય સપ્તરંગી પ્રકરણ - 22 પેલેસનાં ટેરેસ પરથી અક્ષય રણજીતનાં એક આદેશની રાહ જોઈ રહેલો કેમેરા સાથે જોડેલ દૂરબીનથી જોઇ રહેલો અને વીડીઓ ઉતારી રહેલો એને સમજણ નહોતી પડતી કે સીમા સાગરનાં આવવાનાં ફોટાં અને વીડીઓ શા માટે ઉતારવા મને કહ્યું છે. એને આદેશનું પાલન કરી રહેલો. હવે બધાં અંદર ગયાં. પછી એણે ટેરેસ પર લંબાવ્યું. અને બ્લેકલેબલનું સીલ તોડીને પેગ બનાવ્યો અને સીધોજ પી ગયો એની નજર સીમા કરતાં વધુ અમી તરફ વધું હતી અને રેકોર્ડીંગ પણ એવી રીતે થયું હતું કે અમીને જ વધારે કવર કરે એ જોઇ જોઇને વધુ જાણે તડપી રહેલો એને થયું આજે હું