ભૂલ - 8

(142)
  • 8.2k
  • 14
  • 6.2k

દિલીપની જીપ વિનોદના મકાન સામે પહોંચીને ઊભી રહી. એ જીપમાંથી નીચે ઊતરી ઝડપભેર મકાન પાસે પહોંચ્યો. એની છઠ્ઠી ઈન્દ્રિય વારંવાર કંઈક અજુગતું બન્યાની શંકા વ્યક્ત કરતી હતી. એણે બંધ દ્વાર પર ટકોરા માર્યા. પરંતુ અંદરથી કોઈ જ જવાબ ન મળ્યો. મળે પણ ક્યાંથી? અંદર કોઈ જીવીત માણસ તો હતો નહીં. હા, વિનોદનો મૃતદેહ જરૂર પડ્યો હતો. પરંતુ મૃતદેહ બોલી કે હલનચલન નથી કરી શકતો. ‘શું થયું સર?’ કુલકર્ણીએ તેની નજીક આવતાં પૂછ્યું.