કર્ણલોક - 13

(52)
  • 6.1k
  • 4
  • 3.2k

તે વખતે એકસાથે ચાર નવી સાઇકલ જોડીને સાંજે આપવાની હતી. મારે ઑફિસ વાળવાની, પાણી ભરી રાખવાનું અને બે-ત્રણ વાર ચા બનાવવાનું તો જાણે વણલખ્યા કરાર જેવું થઈ ગયું હતું. મેં સમરુને વહેલો બોલાવી લીધો અને બે સાઇકલ તૈયાર કરવાનું એને સોંપ્યું. મેં પહેલી જ સાઇકલ તૈયાર કરીને નટ-બોલ્ટ ચકાસીને એક તરફ મૂકી ત્યાં નેહાબહેન કોઈ મહેમાન સાથે ગાડીમાં આવ્યાં. દુકાન પાસે કાર થોભાવીને તેમણે મને કહ્યું, ‘જરા અંદર આવ તો! બે-ચાર પેકેટ ઉતારવાનાં છે.’