રણમાં ખીલ્યું ગુલાબ - 12

(222)
  • 19.7k
  • 30
  • 13.3k

“એક્સક્યુઝ મી, હું એક નાનકડા કામ માટે દસ-દસ વાર તમારી ઓફિસના ધક્કાઓ ખાઇ ચૂકી છું. મને કોઇ સરખી રીતે જવાબ પણ નથી આપતું. હું ત્રાસી ગઇ છું.” વીસ વર્ષની ચાર્મી આટલું બોલતાંમાં તો લાલ ઘૂમ થઇ ગઇ. “બહેન, આ સરકારી ઓફિસ છે. તમારા પિતાશ્રીની ખાનગી રીયાસત નથી. અહીં તો આ રીતે જ કામ થાય છે.” એક ખૂણામાંથા આવાજ આવ્યો.