64 સમરહિલ - 11

(243)
  • 12.1k
  • 12
  • 8.9k

કેટલીય વાર સુધી બંને એ જ સ્થિતિમાં બેઠા રહ્યા અને બેબાકળી બનેલી મૌન સ્તબ્ધતા ઓરડાના સન્નાટામાં ફરતી રહી. છેવટે ત્વરિતે શરીર લંબાવતાં મૌન તોડયું, 'ચાલ, હવે બહુ મોડું થઈ ગયું છે. ઘડીક સૂઈ જા... મારે સવારે ડિંડોરી જવું પડશે.' છપ્પને જવાબ ન વાળ્યો પણ તેને ત્વરિતે 'ડિંડોરી જવું પડશે' એમ કહ્યું એથી એ એટલું સમજાઈ ગયું કે તેઓ અત્યારે ડિંડોરીમાં તો નથી જ. તેને એ પણ સમજાતું હતું કે, ત્વરિત અહીં મૂર્તિઓનો અભ્યાસ કરવા નિયમિત આવતો હતો એટલે મૂર્તિ ચોરાયા પછી તે ગેરહાજર હોય એથી શંકા તેના પર જ જાય.