આજે આશુતોષને ત્યાં પૂજા છે. અર્ચના વિચારે છે કે પૂજામાં શું પહેરુ તે કબાટમાથી એક પછી એક કપડા કાઢે છે જૂએ છે. તે દરેક કપડા ટ્રાય કરતી વખતે એ જ વિચારે છે કે આ આશુને ગમશે કે નહી. પછી પોતાની જાતને જ પૂછે છે કે મે આશુતોષને આશુ કેમ કહુ છુ અને મે એની પસંદ નાપસંદ વિશે શા માટે વિચારું છું હું તેના માટે કેમ આટલું વિચારુ છું. પછી પોતાના વિચારોને ખંખેરીને તૈયાર થવા લાગે છે તૈયાર થતી વખતે પણ તેની નજર સમક્ષ આશુતોષનો જ ચેહરો ઘુમ્યા કરે છે. તેણે આછા ગુલાબી રંગની શિફોનની સાડી તેની ઉપર બૉટ નેક વાળો લાંબી