વિષાદ યોગ - પ્રકરણ-28

(191)
  • 7.1k
  • 5
  • 4.2k

વિષાદયોગ-28 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________ ગંભીરસિંહ ઉર્મિલાદેવીને મળીને ઘરે પહોંચ્યો પણ તેના મગજમાં હજુ પણ ઉર્મિલાદેવીના શબ્દો ઘુમરાતા હતા. તેને આજે ઉર્મિલાદેવીનું સ્વરૂપ કંઇક અલગજ લાગ્યું આમ તો જ્યારથી શક્તિસિંહનું ખુન થઇ ગયું ત્યારથીજ ઉર્મિલાદેવીનું વર્તન થોડુ વિચિત્ર થઇ ગયું હતું. પણ ત્યારે તો બધાને એવું લાગેલું કે શક્તિસિંહના મૃત્યુનો આઘાત લાગેલો છે એટલે તેની માનસિક હાલત બગડી ગઇ છે. પણ જ્યારે શક્તિસિંહના વફાદાર માણસોએ ઉર્મિલાદેવીને કહ્યું કે કૃપાલસિંહેજ શક્તિસિંહનું ખુન કર્યુ છે અને તેના વિરુધ ફરીયાદ કરવી જોઇએ. ત્યારે ઉર્મિલાદેવીએ જે જવાબ આપ્યો તે સાંભળી બધાજ ચોંકી ગયા. ઉર્મિલાદેવીએ પોલીસ ફરીયાદ કરવાની અને કૃપાલસિંહ વિરુધ્ધ કોઇ પણ બયાન આપવાની ના પાડી