નક્ષત્ર (પ્રકરણ 8)

(167)
  • 4.9k
  • 6
  • 1.9k

કિંજલને બાય કહી હું એસ્પનમાં દાખલ થઇ. એસ્પનમાં અમારું ઘર છેક છેડે હતું એટલે મારે લગભગ દસેક મિનીટ ચાલવું પડ્યું. મને કોલેજથી ઘરે આવતા પૂરો અડધો કલાક થયો હતો. હું ઘરે પહોચી. અમારી કોલેજ રેપ્યુટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ હતી એટલે ડે કોલેજ હતી જયારે હું ઘરે આવી લગભગ સાડા ચાર વાગી ગયા હતા. પપ્પા રોજની જેમ જ પોતાની ડ્યુટી પર ગયેલા હતા. એસન્ટ દરવાજા પાસે પાર્ક કરેલી હતી. પપ્પાને ડ્યુટી પર જંગલ ખાતાની જીપ મળતી એટલે ગાડી તેઓ રોજ ઘરે જ છોડીને જતા. એ ક્યારેય એ જીપનો ઉપયોગ અમારા વ્યક્તિગત કામ માટે ન કરતા, કોણ જાણે કેમ એમને એ