તે રાત્રે શિવમ અને રાહી વચ્ચે ઘણી વાતો થઈ. સવાર પડતાં જ શિવમને ફરીથી નવા આવેલા પેસેંજરની ટિકિટો ચેક કરવા માટે જવાનું થયું. રાહી ફરી પોતાની સીટ પર આવીને બેસી ગઈ. વહેલી સવાર હતી આથી કોઈ મુસાફર ઉઠ્યા નહોતા. આથી રાહીએ પણ થોડીવાર સૂઈ જવા માટે સીટ પર લંબાવ્યું. કાલના દિવસનો થાક હવે જઈને રાહીને લાગી રહ્યો હતો. આથી સૂતા જ તરત રાહીને ઊંઘ આવી ગઈ. ટ્રેનની વિહસલ રાહીના કાનમાં જોરથી સંભળાઈ. તે ઉઠી અને જોયું તો રાજકોટ પહેલાનું એક સ્ટેશન આવ્યું હતું. હવે રાજકોટ આવવાને બસ થોડો જ સમય હતો. સવારના 10:00 વાગી રહ્યા હતા.