હું કલાસ બહાર ઉભી રહી કપિલના બહાર આવવાની રાહ જોવા લાગી. મારે વધુ રાહ જોવી ન પડી. મેં એને ક્લાસનો થ્રેસહોલ્ડ પાર કરી બહાર આવતા જોયો. એ ગઈ રાતના સપના જેવો જ દેખાઈ રહ્યો હતો - બસ કોઈ ચીજ અલગ હતી તો એ અત્યારે બ્રાન્ડેડ કપડામાં હતો અને એના કાંડા પર મોધી ઘડિયાળ હતી. હું એની સાથે વાત કરવા રોકાઈ હતી પણ એ મારી નજીક આવ્યો એ સાથે જ મારા ધબકારા વધવા લાગ્યા. કઈ રીતે શરૂઆત કરું? એને શું કહીને બોલાવું? એ ફરી મારું ઈન્સલ્ટ કરી નાખશે તો? મને કઈ સમજાયું નહી. બસ દરેક વખતે એમ જ થતું એને જોતા