કોઝી કોર્નર - 12

(49)
  • 4.2k
  • 5
  • 2.1k

      વાલમસિંહે પોતાને અંગત કામ હોવાનું કહીને પંદર દિવસની રજા લીધી હતી.ગાડી બીજા કામચલાઉ ડ્રાઇવરને સોંપીને એ ફેકટરીના પાછળના દરવાજેથી બહાર નીકળ્યો હતો.વિરસિંહ તેની રેડ ફિયાટ લઈને ત્યાં આવ્યો હતો. અબ્દુલ અને જેસો મેઇનગેટ પર નજર રાખીને બેઠા હતા.કલાકો વીતવા છતાં વાલમસિંહ બહાર આવ્યો નહોતો.છેક સાંજે જ્યારે શેઠની ગાડી, બીજો ડ્રાઇવર લઈને નીકળ્યો ત્યારે આ લોકોને ખ્યાલ આવ્યો હતો કે વાલમસિંહ તેમની નજરમાંથી છટકી ગયો છે. વાલમસિંહ, વિરસિંહ અને તેમના બીજા બે મિત્રોએ ગાડી ઘમુસરના બંગલે લીધી ત્યારે પરેશ અને રમલી, લો ગાર્ડનમાં પ્રેમલાપ કરતા હતા.અને ગટોર તથા ભીમો આ લોકોની પાછળ જ હતા. બે અપહરણ સમાંતર ચાલી રહ્યા હતા.