એ સ્થળ આ બધાની શરૂઆત હતું અને એ સ્થળે જ આ બધાનો અંત હતો એ બાબતથી અજાણ હું ભેડા ઘાટના શિવ મંદિર પાસે ઉભી હતી. હું ફરી સપનું જોઈ રહી હતી. હું સો ટકા સ્યોર હતી કે એ સપનું જ હતું. મારા ચોક્કસ હોવા પાછળ ખાસ કારણ હતું - હું એ મંદિર સામે ઉભી હતી જે હવે હયાત નહોતું. એ મંદિરને બદલે હવે ત્યાં માત્ર એક ખંડેર જ ઉભું છે. મેં એ મંદિર વિશે સાંભળ્યું હતું. લોકો કહેતા કે ભેડાઘાટ પર એક વિશાળ શિવ મંદિર હતું પણ એ મારા જન્મ પહેલાની વાત હતી. હવે ત્યાં માત્ર એક ખંડેર જ ઉભું