રણમાં ખીલ્યું ગુલાબ - 11

(228)
  • 23.4k
  • 26
  • 14.3k

આખા ગામના લોકો બે વાતમાં સંમત હતા. લગભગ રોજ કમ સે કમ એક વાર તો આ બે વાતની ચર્ચા નીકળે જ. એક વાત એ કે, “આપણાં ગામના સરપંચ શંકરભાઇની છોડી ગોપી ગજબ રૂપાળી છે! એનાં જેવી તો ટી.વી.ની હિરોઇનો પણ નથી હોતી.” હવે તો ગામડાંમાં પણ ઘરે-ઘરે ટી.વી. આવી ગયા છે. એના પગલે મુંબઇ અને અમદાવાદ જેવા શહેરોની ફેશન પણ ગામડા સુધી પહોંચી ગઇ છે. ત્યાં પણ છોકરીઓ જીન્સ-ટીશર્ટ પહેરતી થઇ ગઇ છે.