કર્ણલોક - 11

(54)
  • 6.1k
  • 4
  • 3.1k

દુર્ગાને નિમુબહેને વાડીએ બોલાવી છે તે સંદેશો આપવાનું તો આ બધી ધમાલમાં રહી જ ગયેલું. આજે સવારે ઑફિસ વાળવા ગયો ત્યારે છેક બહેનને કહ્યું, ‘દુર્ગાને નિમુબેને વાડીએ બોલાવી છે. તેની સહિયર ત્યાં છે તો બેઉ સાથે રહી શકે એમ કહેતાં હતાં.’ ‘એમણે શું બોલાવી? મેં જ નિમ્બેનને લખ્યું હતું કે કાં તો ગોમતીને અહીં મોકલો કે આવી આ છોકરીને થોડા દિવસ ગોમતી પાસે રાખીને શીખવે. કંઈક શીખી લાવે. અહીં આખો દિવસ હરાયા ઢોરની જેમ ફર્યા કરે છે એના કરતાં છોકરાંવને ભણાવતી થાય.’