આપણે જોયું કે શિવને ઘરે જવાની છૂટ મળી ગઈ હતી, આથી બધા ખુબ ખુશ હતા. હવે આગળ...જે ઘડીની રાહ હતી એ પ્રત્યક્ષ હતી,છતાં હર ઘડી એક સવાલ સાથે હતી,માઁ અનેક વિચારોના ચકરાવમાં હતી,શિવ કેમ ઝીલશે બદલતી ઘડીની સ્થિતિ?શિવને હજુ બહુજ સંભાળથી રાખવાનો હતો, જો એ દેખરેખમાં કોઈ ભૂલ થાય તો શિવ બહુ તકલીફમાં મુકાઈ જાય અને એના જીવને પણ જોખમ રહે એવી સૂચના ડૉક્ટરએ આપી હતી. ડોક્ટરએ એમ પણ કહીંયુ હતું કે હજુ શિવને બીજા બાળકોની જેમ નોર્મલ થતા ૧ વર્ષ થી વધુ સમય લાગશે, જેટલી શિવની સંભાળ વધુ એટલો એ જલ્દી નોર્મલ થશે. શિવની સંભાળ જેમ BMT રૂમ માં