પહેલાંના જમાનામાં સ્ત્રીનો સ્મશાનમાં પ્રવેશ નિષેધ હતો. સ્ત્રીને ચાર રસ્તાથી પાછી વાળી દેવામાં આવતી. એવું માનવામાં આવતું કે સ્ત્રી સ્વભાવે એટલી કોમળ ને લાગણીશીલ હોય છે કે તે કોઈપણ વ્યક્તિને બળતાં ન જોઈ શકે તેનું કાળજું આ બધું સહન કરવા સક્ષમ નથી. પરંતુ હવે જમાનો બદલાયો છે. સ્ત્રીની સહનશક્તિ કહો કે ૨૧મી સદીનો પ્રભાવ. એ જે હોય તે પણ સ્ત્રી એ સાબિત કરી બતાવ્યું છે કે તે બધું જ કરી શકે છે. ૠતુજા પણ એક એવી જ સ્ત્રી છે જેણે અંતરમાં ઉમડતા લાગણીના દરિયાને દબાવી દીધોને સમયની થાપટોએ કાળજાને વજ્ર જેવું