હેશટેગ લવ - ભાગ - ૨૪

(86)
  • 4.2k
  • 13
  • 1.8k

"હેશટેગ લવ" ભાગ-૨૪મુંબઈ છોડીને હવે પાછા પોતાના વતન નડીઆદમાં જીવનની શરૂઆત કરવા લાગી. થોડા દિવસ ઘરમાં બધાની ચહલ પહલ વધુ રહી. મારી ખબર કાઢવા માટે. જેને જેને મારા અકસ્માત વિશે જાણ્યું તે સૌ કોઈ મને જોવા માટે આવતું. દરેકનો એક જ પ્રશ્ન "કેમ કરી આમ થયું ?" જવાબમાં હૃદયની અંદર એક ટેપ કરી રાખેલી કેસેટની જેમ જ હું, મમ્મી કે પપ્પા બધાને એક જ સરખા જવાબ આપી દેતા. અને છેલ્લે જતી વેળાએ એમના નિસાસા ભર્યા શબ્દો સાંભળી મમ્મી અને હું રડતાં પણ ખરા. બે મહિના જેવો સમય વીત્યો. હવે કોઈ ખાસ આવતું નહોતું. પપ્પા પણ રોજ સવારે બેંક ચાલ્યા જતાં. હું