આ બાજુ આશુતોષની આંખોમાંથી પણ નીંદ ગાયબ છે તેની આંખો આગળથી અર્ચનાનો ચેહરો ખસતો જ નથી તેના રૂ જેવા મુલાયમ હાથોનો સ્પર્શ, તેની શરીરમાંથી આવતી ખુશ્બુથી તરબોળ એ તેના સાનિધ્યને માણે છે. તેના હોઠો પર હલ્કી મુસ્કાન છવાઈ જાય છે. પછી તે વિચારમાં પડી જાય છે. તે પોતાની જાતને જ સવાલ કરે છે કેમ હુ અર્ચના તરફ ખેંચાતો જાવ છુ, કેમ હુ હંમેશા એનો સાથ ઝંખુ છુ, શું હુ એને પ્રેમ કરવા લાગ્યો છું ? ના ના એ તો એ વિહાનની આટલી કેર કરે છે એટલે અને મમ્મી પણ અત્યારે એની વધુ વાત કરે છે માટે મને એના વિચાર આવે