સુહાનીએ જ આ ભેદ ખોલ્યો હતો ..હકીકત જાણી સત્યમ ચોકી ઉઠ્યો હતો . સોમેશ્વર પુરુષમાં જ નહોતો . લલિતા બહેને જિદમાં આવી જઈને કોઈ પણ જાતની તપાસ કર્યા વિના પૈસો જોઈને દીકરીને વળાવી દીધી હતી .કુલ દિપકનાં આગમને ઘરમાં આનંદ ઉલ્લાસનું મોજું ફરી વળ્યું હતું . તૃષાલીના સાસુ સસરાને વંશ જોઈતો હતો . પેદાશ કયા ખેતરની હતી તેઓ બધું જાણતા હતા ? . તેમને કેવળ કેરી ખાવાથી મતલબ હતો . લાલુને તેમણે પૈસા આપી ખુશ કરી દીધો હતો ! તેના તો બંને હાથોમાં લાડવા હતા . તે ગમે ત્યારે તૃષાલી પાસે પહોંચી જતો હતો . તેણે કીધેલ વાત એક બહુ જ