રેશમ

(169)
  • 7k
  • 16
  • 2.8k

“ ચોટ લાગી ત્યારે સમજાયું, દુનીયા ઘણી કઠોર છે, કરવું શું હવે, સમય જ તેનો વિકલ્પ છે..” રેશમ. “ હાય...કેટલો હેન્ડસમ છોકરો છે..! “ એક આહ ફંગોળાઇ હવામાં. “ કોણ..? “ “ અરે પેલો, ત્યાં બુલેટ પાસે ઉભો છે એ..” રેશમે એ દિશામાં નજર નાંખી. કોલેજ પ્રાંગણનાં પાર્કિંગ એરીયામાં ઉભેલા એક યુવાન સુધી તેની નજર જઇને અટકી, અને તરત તેણે પોતાનો ફેંસલો સંભળાવી દીધો.. “ મને મુંછો વાળા છોકરાઓ બીલકુલ પસંદ નથી..” મલમલનાં તાકામાંથી સંભાળ પૂર્વક ફાડેલા ટૂકડા જેવી રેશમ બોલી ઉઠી..અને પછી કંઇક ગર્વથી, કંઇક તિરસ્કારથી મોઢુ મચકોડ્યું. રેશમનાં એ વાક્યે ગ્રૃપમાં ખળભળાટ મચાવી મુકયો. વિક્રમ બુલેટ