CITY OF DREAMS : ભાઈ vs બહેનછેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં રાજનીતિનું આવરણ પથરાયેલું રહ્યું છે. મોદીજીએ શપથ ગ્રહણ કરી આ આવરણને શાંત કર્યું ત્યારે આપણે પણ આજે પોલિટિક્સ વિશે જ સિનેGRAM વાંચીએ...Hotstar liveએ વેબ સિરીઝની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. બેક ટુ બેક સારું કન્ટેન્ટ શોધવામાં સફળ રહ્યું. ચલો સફર કરીએ "MAYANAARI : CITY OF DREAMS..." ભાઈ vs બહેન...આખી સ્ટોરી પોલિટિક્સની છે. ફેમેલી પોલિટિક્સ. 10 એપિસોડની આ સિરીઝ રોમાંચ અને રોમાન્સથી છલોછલ છે. રહસ્યોથી ભરપૂર. આમેય રાવ ગાયકવડની હત્યા કરવાનો પ્રયાસ, ગાયકવાડ દવાખાનામાં સિરિયસ હાલતમાં અને બહાર ચુનાવની ગરમાગરમી. પુત્ર આશિષ રાવ ગાયકવાડ અને પુત્રી પૂર્ણિમા સંભાળે છે બહારની હાલત.