લીડરશીપ

(12)
  • 6.9k
  • 5
  • 1.9k

પાછલા કેટલાક દિવસોમાં બે યુવાન નેતાઓ સમાચારોમાં ખાસ ચમકતા રહ્યા. એક હાર્દિક પટેલ અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા કન્હૈયા કુમાર. હાર્દિક પટેલે ગુજરાતમાં પાટીદાર અનામત માટેની માગ બુલંદ કરી પટેલોને ભેગા કરી આગેવાની લીધી અને અંદાજે પાંચ લાખ પાટીદારોને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ભેગા કરવામાં સફળતા મેળવી. જોકે હજી પણ પાટીદારોને અનામત મળી નથી. કન્હૈયા કુમાર અને એના સાથીદારોને ૯ ફેબ્રુઆરીએ જેએનયુમાં અફઝલ ગુરૂની ફાંસીના વિરોધમાં કાર્યક્રમ યોજી દેશવિરોધી નારેબાજી કરવા માટે રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવી ધરપકડ કરવામાં આવી. ૨૧ દિવસ પછી કન્હૈયાને જામીન મળ્યા અને એ જ સાંજે એણે જેએનયુના કેમ્પસમાં જે ભાષણ આપ્યું એનાથી ઘણાબધા લોકો અને કેટલાક