વન્સ અપોન અ ટાઈમ - 9

(281)
  • 15.2k
  • 19
  • 12.2k

કુરાન પર હાથ મૂકીને શપથ લીધા પછી શબ્બીર, દાઉદ, અને આલમઝેબ, સઈદ બાટલા, અમીરજાદા દુશ્મન મટીને દોસ્ત બની ગયા હતા, પણ બીજી બાજુ દાઉદના પત્રકાર દોસ્ત ઈકબાલ નાતિકના મર્ડર કેસમાં સૈયદ બાટલાને આકરી સજા મળે એ માટે દાઉદે ખૂબ મહેનત કરી હતી. સૈયદ બાટલા સામે કેસ ચાલ્યો અને કોર્ટે તેને આઠ વર્ષની આકરી જેલસજા ફટકારી.