મહમદ મસ્તાન મિર્ઝા એટલે કે હાજી મસ્તાનનો જન્મ અત્યંત ગરીબ અને ખૂબ જ ધાર્મિક એવા એક મુસ્લિમ કુટુંબમાં થયો હતો. એના પિતાએ બેંગ્લોરની દરગાહ સતકુરી મસ્તાન પરથી પુત્રનું નામ મસ્તાન પાડ્યું હતું. મુંબઈમાં ક્રોફ્ડ માર્કેટ પાસેની એક ચાલીમાં દારુણ ગરીબી વચ્ચે ઉછરેલા મસ્તાને કિશોર અવસ્થામાં જ કમાવા માટે કુલી બની જવું પડ્યું હતું. મુંબઈના ડોકયાર્ડમાં દોઢ દાયકા સુધી કુલી તરીકે ગધ્ધાવૈતરું કર્યા પછી મસ્તાનના નસીબ આડેથી પાંદડું ખસ્યું.