લાગણીનો દસ્તાવેજ...

(33)
  • 4.5k
  • 5
  • 1.2k

ટિક...ટિક...ટિક... ઘડિયાળમાં રાત્રિનાં બે વાગ્યા હતા... એક શિક્ષકનાં મનમાં જાણે વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું. પથારીમાં પડખા ફેરવી રહ્યા હતા, પણ ઊંઘ આવતી નહતી. કેમ કે ....આવતીકાલે તેમને અત્યંત કપરી પરીક્ષામાંથી પસાર થવાનું હતું. બાળકો સાથેનાં ભૂતકાળનાં સંસ્મરણો સ્મૃતિપટ પર જીવંત થતાં શિક્ષકની આંખો ભીંજાઈ ગઈ હતી, જે બાળરૂપી બગીચામાં છેલ્લા આડત્રીસ વર્ષથી બાળકો સાથે આત્મીયતા કેળવી હતી તેમણે ‘અલવિદા’ કહેવાનું હતું. જી ...હા...શિક્ષકને વયમર્યાદાને કારણે આવતીકાલે નિવૃત્ત થવાનું હતું. શાળાનાં બાળકો તથા શાળાના ભાવાવરણને ભગ્ન હ્રદયે છોડીને ચાલ્યા જવાનું હતું. કેવી કપરી પરીક્ષા ...? તિમિર ઘેરી રાત્રીનું સામ્રાજ્ય પૂર્ણ થતાં સૂર્યનાં સોનેરી કિરણો ધરતીને ચૂમી રહ્યા હતા.સૌ યંત્રવત બનીને