વીર વત્સલા - 10

(64)
  • 3.1k
  • 10
  • 2.1k

વીરસિંહે હિંદુસ્તાનની ભૂમિ પર પગ મૂક્યો. યુદ્ધમાં જવા ટાણે કંપની સરકારે સિપાહીઓને વઢવાણથી મુંબાઈ મૂકવા માટે ‘પેશ્યલ આગગાડિયું’ની વ્યવસ્થા કરેલી. પણ પરત આવેલા સિપાહીઓ માટે એવી કોઈ વ્યવસ્થા નહોતી. અમુક સિપાહીઓ મોજમજા માટે મુંબાઈ રોકાઈ ગયા. વીરસિંહ દોઢ દિવસની ટ્રેનની મુસાફરી પછી વઢવાણ ઉતર્યો. હવે 40 ગાઉની યાત્રા કરવા માટે એના પગ ઉતાવળા થયા હતા. વત્સલાને મળવાને આડે બસ હવે એક દિવસ જ હતો.