કર્ણલોક - 10

(49)
  • 6.8k
  • 4
  • 3.1k

સવારે કાગળો લઈને નેહાબહેનને આપ્યા પછી નંદુ સીધો ઘરે ગયો. મેં નેહાબહેનના ઘરે જ બે કલાકની ઊંઘ ખેંચી લીધી. નવેક વાગે નહાઈને દુકાને જવા તૈયાર થયો ત્યાં દુર્ગા આવી. ‘ક્યાં ચાલ્યો?’ મને જવાની તૈયારી કરતો જોઈને દુર્ગાએ પૂછ્યું. ‘બસ. હવે પાછા દુકાને.’ ‘રોકાઈ જાને. શેફાલીનું કામ થઈ રહે એટલે બપોરે સાથે જતાં રહીશું.’ દુર્ગા બોલી.