અજવાળાંનો ઓટોગ્રાફ - 9

(48)
  • 4k
  • 3
  • 1.9k

પચાસેક વર્ષનું એક દર્દી મારી પાસે આવ્યું. પોતાની થેલીમાંથી રિપોર્ટ કાઢતી વખતે એક લાલ ગુલાબ તેમની થેલીમાંથી નીચે પડ્યું. તેમણે એ લાલ ગુલાબ લઈને તરત પોતાના શર્ટના ખિસ્સામાં મૂકી દીધું. હું કાંઈ પૂછું એ પહેલા જ તેમણે મને કહ્યું, ‘આ લાલ ગુલાબ એક સ્પેશીયલ વ્યક્તિને આપવાનું છે.’ મેં કહ્યું, ‘એ સ્પેશીયલ વ્યક્તિ નક્કી બહુ નસીબદાર હોવી જોઈએ.’