વીર વત્સલા - 8

(63)
  • 3.1k
  • 10
  • 2.1k

ખરેખર માણેકબાપુની આ ઝૂંપડી અને આ ઘડી સરદારસિંહ માટે શુકનવંતી હતી. સરદારસિંહ વઢવાણનો હતો, પણ વઢવાણમાં પાંચેક વરસથી એના વળતાં પાણી હતા. દુર્જેયસિંહના સાસરા સાથે એની દૂરની સગાઈ હતી ખરી પણ એ કંઈ સગાઈના જોરે એને સાથ આપી નહોતો રહ્યો. દિલીપસિંહ અને તેજલબાને જીવતાં અથવા મૂએલાં હાજર કરનારને સો વીઘા જમીન મળવાની હતી.