રણમાં ખીલ્યું ગુલાબ - 8

(270)
  • 25.8k
  • 16
  • 16.7k

“સ્વીકૃતિ ડાર્લિંગ, જ્યારે હું તારી સાથે હોઉં છું ત્યારે સાતમા આસમાનમાં ઉડતો હોઉં છું. એવું લાગે છે કે આ પૃથ્વી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો તારામાં જ છે, તારામાં જ છે, તારામાં જ છે.”વ્યાપકે આંખો બંધ કરીને પ્રેમિકાની પ્રશંસા શરૂ કરી દીધી. સ્વીકૃતિ ખિલખિલાટ કરતી હસી પડી, “વ્યાપક! ડીયર, તું તો મોગલ બાદશાહ જહાંગીરી જેવું બોલી રહ્યો છે. પણ તું ભૂલી ગયો કે જહાંગીર વાક્ય કાશ્મિરને જોઇને કહ્યું હતું.” “જહાંગીરે કદાચ કાશ્મિર માટે એટલે કહ્યું હશે કે એણે તને જોઇ ન હતી. હું બાદશાહની ભૂલને સૂધારી રહ્યો છું.”