પ્રેમ કે પ્રતિશોધ - 3

(104)
  • 4.3k
  • 2
  • 3.4k

પ્રેમ કે પ્રતિશોધ-3(આગળ તમે જોયું કે વર્લ્ડ ફેશન ઓર્ગે.માં શિવાનીનું મૃત્યુ થાય છે. અર્જુન અને તેની ટીમ ત્યાં જઈ કાર્યવાહી હાથ ધરે છે. શિવાનીના મૃત્યુના કેસમાં આગળ વધવા માટે અર્જુન પી.એમ. રિપોર્ટની રાહ જોઈ રહ્યો હોય છે. સંજય પી.એમ.રિપોર્ટ લઈ અર્જુન પાસે આવે છે.)હવે આગળ......પી.એમ.રિપોર્ટ જોઈ અર્જુનના ચહેરા ના ભાવ બદલાય જાય છે. અર્જુનના બદલાયેલા ભાવ જોઈ ત્યાં ઉભેલ સંજય પૂછે છે,“સર, શું છે રિપોર્ટમાં?"“એજ કે આ હત્યા છે, હત્યા માટે ખૂનીએ પણ અલગ જ રીત અપનાવી છે. એને એમ હશે કે એમ કરીને એ બચી જશે તો એજ એની ભૂલ છે."-અર્જુન મનોમંથન કરતા બોલ્યો.“સર, પણ મૃત્યુ કેવી રીતે થયું