ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 19

(239)
  • 12k
  • 15
  • 5.9k

બીજે દિવસે 8મી જાન્યુઆરીના રોજ દિવસ અને રાત પશુશાળામાં વિતાવીને હાર્ડિંગ અને આયર્ટન પાછા ગ્રેનાઈટ હાઉસમાં આવી પહોંચ્યા. ઈજનેરે તરત જ પોતાના બધા સાથીઓને ભેગા કર્યા અને ટાપુ પર આવી રહેલી ભયંકર આપત્તિની જાણ કરી. આફતમાંથી તેમનને કોઈ માનવશક્તિ બચાવી શકે તેમ ન હતી. “મિત્રો,” હાર્ડિંગે લાગણીભર્યા અવાજે કહ્યું. “આ ટાપુનો નાશ બહુ થોડા સમયમાં થશે અમે લાગે છે. એ નાશનું કારણ તેની અંદર જ રહેલું છે. તેમાંથી તેને કોઈ બચાવી શકે તેમ નથી.”