કર્ણલોક - 6

(54)
  • 6.5k
  • 3
  • 3.7k

દુર્ગા કોઈના લગ્નમાં પીરસવા ગયેલી તે બીજે દિવસે આવી. અંદર ગઈ તેવી જ પાછી આવી અને કહ્યું, ‘કાલ નેહાબેન સાથે તું દવાખાને ગયેલો?’ ‘હા.’ સાઇકલ સાફ કરતાં મેં જવાબ આપ્યો. ‘તો માંડીને બધી વાત કર.’ દુર્ગા બોલી. એક કપડું પાથરીને સામે બેઠી. ‘તું અંદર સાંભળીને તો આવી.’ મેં કહ્યું. ‘તારી પાસેથી સાંભળવું છે.’ દુર્ગાએ કહ્યું. મેં માંડીને બધીયે વાત કરી. પછી દુર્ગાએ મારા સામે જોયું. પૂછ્યું, ‘શેઠે પૈસા પાછા ન માગ્યા?