કોઝી કોર્નર 16 વાલમસિંહે જ્યારે ઘમુસરને ઓફિસની બહાર શેઠના સ્વાગત માટે ઉભેલા જોયા ત્યારે એનું લોહી ઉકળી ઉઠ્યું. એક વખત તો એને ઘમુસરનો જીવ લઈ લેવાનું જ મન થયું હતું. પણ ઘમુસરને બરબાદ કરીને એણે સંતોષ માન્યો હતો. ઘમુસરનું ખુન કરવું એના માટે કોઈ અઘરી વાત નહોતી.અને એના માટેની હિંમત પણ એ ધરાવતો હતો.કારણ કે આખરે એ રાજપૂત હતો. પણ શાંતા પ્રત્યેના અનહદ પ્રેમને કારણે એણે શાંતાને માફ કરી હતી.અને ઘમુસરને બરબાદ કરી દીધો હતો.અને એનાથી ખૂબ દૂર છેક અમદાવાદ આવીને વસ્યો હતો.કે જેથી ઘમુસર જેલમાંથી છૂટે તો પણ એને શોધી ન શકે. પણ આજ પોતાના માલિકના આ બંગલામાં બનેલી હોસ્ટેલના રેક્ટર તરીકે