ડેસ્ક નંબર-૨.. - પ્રકરણ - ૧

(35)
  • 2.8k
  • 6
  • 1.4k

મનાલીના માઉન્ટેન્સ વાદળોને ચૂમી રહ્યા હતા અને એ પહાડોને સર કરવાનો અલગ જ જોષ હંમેશા મને રહેતો. ત્યાંની હવા જ્યારે મારા શ્વાસમાં ભળે છે, સાચું કહું તો ત્યારે જ મને આ લાઈફ નો અહેસાસ થાય છે.  ધીમી ધીમી હિમ વર્ષા થઈ રહી છે, અચાનક કાનમાં એક અવાજ સંભળાયો, "બેટા, આજે ઓફિસ નો ફર્સ્ટ ડે છે,જલ્દી કર." કાન અવાજની દિશામાં ગયા, આંખો ખોલીને જોયું તો હિમવર્ષા ની જગ્યાએ શાવરમાંથી પાણીની બૂંદો વરસતી હતી અને હું મનાલીના પહાડોમાં નહીં પણ મારા બાથરૂમમાં ઉભો હતો. પહાડો ચડવાનું હંમેશા મારુ ડ્રીમ રહ્યું છે અને મારું પેશન પણ .દિવસમાં એકાદ વાર જ્યારે આંખો બંધ કરું તો એ પહાડો