મરુભૂમી ની મહોબ્બત - 3

(22)
  • 3.8k
  • 4
  • 1.5k

@@@@@ ભાગ - 3 @@@@@બાળમેર જિલ્લા ના રણવિસ્તાર ના ગામ ના ધોરા પર એક અજાણી યુવતી સાથે હું સ્મિત  દિલ ખોલીને વાત કરી રહ્યો હતો. એ સવાર કેટલી સોહામણી હતી..!            મહેક એક ઞાટકા સાથે ઉભી થઇ ત્યારે મને લાગ્યું કે ઉતાવળ મા કશુંક બફાઈ ગયું છે..! સાચું કહું તો હું મને પ્રેમ કરતાં નથી આવડતું. રહેણી કહેણી મા હું ખુબ જ સ્પષ્ટ માણસ છું એટલે, દાવપેચ બિલકુલ ફાવતા નથી. મે મારુ અંતર એ રુપયૌવના સામે ખોલી નાખ્યું હતું.              "મને લાગે છે.. હવે, મારે જવું જોઈએ.."એ પોતાના ચણીયા પરથી રેત ખંખેરી બોલી.