હેશટેગ લવ - ભાગ - ૨૩

(82)
  • 4k
  • 8
  • 1.9k

"હેશટેગ લવ" ભાગ-૨૩પાંચ દિવસ બાદ હોસ્પિટલમાં  મારી આંખ ખુલી, સામે મારાં મમ્મી પપ્પા ઉભા હતાં, જાણે કોઈ સ્વપ્ન જોઇને ઉઠી હોય એમ મારી આંખો બધાને તાકી રહી હતી, છેલ્લે મને એટલું યાદ હતું કે બગીચામાંથી નીકળતી વખતે એક ગાડીએ મને ટક્કર મારી હતી. એ અકસ્માત બાદ મને તો એવું જ હતું કે જિંદગી અહીંયા પૂર્ણવિરામ મૂકી દેશે. પણ જીવન હજુ બાકી હતું. મારી મમ્મી પાસે આવી, માથે હાથ ફેરવ્યો, અને રડવા લાગી. પપ્પા પણ મારી નજીક આવી ગયા. તેમની આંખોના આંસુ વહેતાં નહોતા. જાણે કોઈ નદીનું પાણી કિનારો તોડી બહાર આવવા મથતું હોય તેમ એમેની આંખોમાં રહેલા આંસુ ઉભરાઈ આવતા