એસેટ -4

(31)
  • 3.6k
  • 4
  • 2.1k

એક સવારે જ્યારે તેના પપ્પા યોગ સમાપ્ત કરી ઉભા થતા હતા ત્યારે ફોન રણકી ઉઠ્યો . "હેલો .. ઓહ, મારી પરી બેટી? ગુડ મોર્નિંગ બેટા. મારી વહાલી રૂપકડી છોકરીએ તો ડેડીની સવાર સુધારી દીધીને કાંઈ ? " " હા ડેડી. સ્પીકર્સ પર ફોન રાખો. મમ્મીને બોલાવો. કંઈક અગત્યનું છે. " ડેડીનું હૃદય બે ધબકારા ચુકી ગયું. એવું તે શું અગત્યનું કામ હોઈ શકે છે? "હા. મારી વહાલી દીકરીને શું ચિંતા છે? લે, વાત કર મમ્મી સાથે. " "કોઈ ચિંતાનું કારણ નથી. મમ્મી, હું તમને તમારી ચિંતામાંથી રાહત આપવા માંગું છું. મેં મારી હમણાં શૂટ થઇ રહેલી એડ ફિલ્મના સહ કલાકાર