આંખના પલકારા આજે પણ સ્તબ્ધ થઈ જાય છે... જ્યારે ભેટો ક્યાંક એમનો...સ્મરણોમાં થઈ જાય છે...દક્ષ આજે પણ મહેકને એટલું જ ચાહતો હતો. ન સમયની ગણતરી...ન પળોનો હિસાબ...લાગણી આજે પણ...તારાથી એટલી જ છે... અનહદ...બેહદ...બેહિસાબ... જ્યારે મહેકે ન તો ફોન રિસીવ કર્યો ન તો કોઈ મેસેજના રિપ્લાય આપ્યા ત્યારે પોતે મહેક પર કેવો ગુસ્સે થઈ ગયો હતો તે દક્ષને યાદ આવ્યું. દક્ષ અને મહેકની મૈત્રી દિવસે દિવસે વધતી હતી. એમ કરતા કરતા દિવાળી વેકેશન આવી ગયું. મહેક દિવાળી વેકેશન કરવા એની નાનીને ત્યાં જવાની હતી. દિવાળી વેકેશનમાં નાનીને ત્યાં બધા ભેગા થતા. મામાના અને માસીના છોકરા-છોકરી. બધા ખૂબ મસ્તી કરતા.