આગળ જોયું કે અજાણી સ્ત્રી એ વિવાહ નો પ્રસ્તાવ મૂક્યો જે ઓમ એ ઠુકરાવી દીધો. પેલી સ્ત્રી એ ઓમને કહ્યું , "મારી પ્રતિક્ષાનો અંત આવ્યો." ઓમ પાછળ ફર્યો અને પેલી સ્ત્રી સામે જોયું. "હા, હું મનુષ્ય નથી. હું મારી વાસ્તવિકતા તમને જણાવી શકતી નથી. હા, એટલું કહી શકું કે તમારા અંતરમન એ જે કહ્યું મારી મદદ કરવાનું તો એ સત્ય છે. તમારે મારાથી ડરવાની જરૂર નથી." પેલી સ્ત્રી એ કહ્યું. "હું તારી મદદ કેવી રીતે કરું અને તારી પર વિશ્વાસ કેમ કરું અત્યારે તો તું પ્રેમની વાત કરતી હતી?" ઓમ એ કહ્યું. "હા, એ તો હું તમારી પરીક્ષા લેતી હતી