સંબંધો ની આરપાર..... પેજ - 8

(57)
  • 6.9k
  • 5
  • 3k

થેંક્યુ મમ્મી પરંતુ અમારો પ્રોગ્રામ ફીક્ષ જ છે, બધાજ ફ્રેન્ડસ જોઈન કરી રહ્યા છે. મારે સાંજે 7.30 વાગે પહોંચી જવાનું છે. અને બધા ફ્રેન્ડસ પણ 7.45 થી 8.00 વાગ્યા સુધી માં આવી જવાનાં છે. કદાચ રાત્રે થોડા લેટ થઈ જવાય તો ચિંતા ના કરશો.પ્રયાગે વાત વાત માં લેટ થવાય એવુ જ છે તે અંજલિ ને જણાવી દીધું. ભલે બેટા..કહીને અંજલિ ઘરે પહોંચ્યા પછી નું જે કામ બાકી છે તેના અંગે વિચારવા લાગી. થોડીવારમાં જ ગાડી પ્રયાગ બંગલો ના ગેટ પર પહોંચી ગઈ, સિકયુરીટી વાળા ભાઈએ દુર થી જ ગાડી ને જોઈ લીધી હતી ,એટલે પોતે ગેટ ખોલી ને તૈયાર જ હતો. ગાડી સરરરર