કોહલર ની સેક્રેટરી સિલ્વિયા અત્યારે બહુ પરેશાન હતી. તે ક્યારની કોહલર ને શોધી રહી હતી. તે કોહલર ને ફોન , મેલ, પેજર બધી જ રીતે કોન્ટાક્ટ કરવાનો ટ્રાય કરી ચુકી હતી પરંતુ કોઈ પણ રીતે કોહલર તેને રિસ્પોન્સ આપી રહ્યા ના હતા." ક્યાં હશે એ અત્યારે? હવે હું શું કરું?" તે મનોમન બબડી.કોઈ પણ દિવસ ના જેવો આજનો દિવસ પણ સામાન્ય જ રહે એવી તે મનોમન પ્રાર્થના કરી રહી હતી.તેણે કોહલર ને છેલ્લી વખત જોયા હતા જયારે તે લિઓનાર્દો વેત્રા ને શોધતા હતા અને પછી ગભરાહટ માં પાછા આવ્યા હતા અને કોઈ ને ફોન અને ફેક્સ કરી રહ્યા હતા. બસ