પ્રણય સપ્તરંગી પ્રકરણ - 20 સાગરે સામેથી રણજીતને કહ્યું તમારી ભાઇબહેનની પસંદગી અને વ્યવસ્થા સરસ અને જડબેસલાક જ છે મને નથી લાગતું કે એમાં કહેવા જેવું કંઇ છે જ નહીં. બાકી રીહર્સલ અમે લગભગ પુરુજ કરી લીધું છે અને તૈયારીઓ એવીજ છે કે હવે સીધા કાર્યક્રમમાં પરફોર્મ કરીશું કેમ સીમા ખરું ને ? સીમા સાગરની વાત કંઇ સમજી નહીં પરતુ જે રીતે સાગરે પૂછ્યું એનાથી કહેવાઇ ગયુ કે હાં હાં સાચી વાત એકદમ જ તૈયારી છે. સંયુક્તા સાગરની વાત સાંભળીને થોડી આશ્ચર્યમાં પડી ગઇ એણે કહ્યું "કેમ સાગર ? અહી હોલમાં છેલ્લુ રીહર્સલ નથી કરવું ? કાર્યક્રમની રૃપરેખા