ચિંતનની પળે - સીઝન - 3 - 4

(45)
  • 3.3k
  • 4
  • 1.3k

માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે અમસ્તા જ માર્ક ટ્વેઇનને પૂછયું, શું લાગે છે, વરસાદ બંધ થશે? આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો. માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી.