વન્સ અપોન અ ટાઈમ - 5

(390)
  • 29.1k
  • 15
  • 20.7k

હાજી મસ્તાને સૈયદ બાટલાને દાઉદ અને શબ્બીરથી બચાવવા સગેવગે કરી દીધો એ પછી ત્રીજે જ દિવસે દાઉદે અયુબ લાલાને એના ઘરમાંથી ઊંચકી લીધો! અયુબ લાલાના મોઢે એણે નાતિકની હત્યા વિશેની બધી માહિતી ઓકાવી લીધી. પછી એણે અયુબના કપડાં ઉતારીને છરીથી એના શરીર ઉપર આડા-અવળી ડિઝાઇન કરી. એટલું અધૂરું હોય એમ એ ડિઝાઇન ઉપર એણે મીઠું-મરચું ભભરાવ્યાં.