પ્રતિક્ષા - ૩૩

(123)
  • 5k
  • 15
  • 1.9k

મનસ્વીને શું સુજ્યું કે તેણે તરત જ પૂછી નાંખ્યું,“અહીં રહેવું ગમશે??”“અહીં?” ઉર્વા પોતે પણ હવે આશ્ચર્યમાં પડી ગઈ. આ સ્ત્રી આટલી સહેલાઈથી કોઈને પોતાના ઘરમાં અને મનમાં જગ્યા આપી શકતી હશે? આટલો વિશ્વાસ કેમ કરી શકતી હશે?“અં...અં... હા તને ગમે તો! તું અહીં રહી શકે છે. મને ગમશે તું અહીં રહીશ તો...” મનસ્વીને પણ નહોતું સમજાઈ રહ્યું કે પ્રસ્તાવ મુકતા તો મૂકી દીધો તેણે ઉર્વા પાસે પણ હવે કહેવું શું?“આં...ટી. તમે કંઇજ નથી જાણતા મારા વિષે...” ઉર્વા પણ સામે એટલો જ ખચકાટ અનુભવી રહી હતી. પછી અચાનક યાદ આવતા તેણે ઉમેર્યું,“અને તમારા હસબન્ડ! એમને પણ તો પૂછવું જોઈએ...! આમ અચાનક