“સર આપણે એસ.પી. સાહેબના બંગલે પહોંચી ગયા છીએ” વિચારે ચડેલા મહેતા સાહેબને વચ્ચે અટકાવતા ડ્રાઇવર બોલ્યો.“વિચારોમાં ને વિચારોમાં એસ.પી. રાઠોડનો બંગલો ક્યારે આવી ગયો ખબર જ ના પડી” મહેતા સાહેબ મનોમન બબડ્યાકંઇ કહ્યુ સાહેબ તમે ?મહેતા સાહેબ રોફ જમાવતા ડ્રાઇવર સામે જોઇ રહ્યા, એની વાતને અવગણીને જીપની બહાર નીકળ્યા અને બહાર આવીને બોલ્યા “તમે હવે જઈ શકો છો”“જી સાહેબ” મહેતા સાહેબના હુકમને માથે ચડાવીને ડ્રાઇવર ત્યાંથી નિકળી ગયોરાઠોડ સાહેબનો બંગલો આલીશાન હતો. પહેલી જ વાર આવવાનું થયુ હતુ અને ઘણું બધુ સાંભળ્યુ હતુ બંગલા વિષે અને આજે જોઇ પણ લીધો. ગર્ભશ્રીમંત છે રાઠોડ સાહેબ. આ શાનદાર જાહોજલાલી વારસામાં મળી છે.