ડોકટર

(53)
  • 2.8k
  • 6
  • 1k

ઘણા દિવસ થી બેચેની અને થાક અનુભવતી પિનલ આજે પોતાના મન નો ઉકેલ શોધવા ડોકટર પાસે આવી હતી...એપોઇન્ટમેન્ટ તો લઈ લીધી હતી પણ એનો વારો આવવાની હજી થોડીવાર હતી એટલે ડૉ. વિધિ વ્યાસ ના દવાખાના ની લોબી માં બેઠી હતી..આજુબાજુ ગર્ભવતી મહિલાઓને જોઈ મનોમન ખુશ થતી પિનલ એની નાનકડી દીકરી આરવી વખતની પોતાની ગર્ભાવસ્થા યાદ કરી રહી હતી...પિનલ અને રાજ સફળ લગ્નજીવનના 10 વર્ષ વિતાવી ચુક્યા હતા..બંને વચ્ચે ગજબ નો સુમેળ હતો...વિચારો થી માંડી ને પસંદ નાપસંદ બધું જ એકબીજા ને મળતું આવતું.ક્યારેક કોઈ વાત ને લીધે એમની વચ્ચે અણબનાવ બન્યો હોય એવું બન્યું ન હતું...એકબીજા પ્રત્યે નો એમનો નિખાલસ